Monday, September 8, 2014

રશિયન એનિમેશન : માશા એન્ડ ધ બેર

રશિયન લેખકો, વૈજ્ઞાનિકો, અવકાશયાત્રીઓ, કલાકારો, રમતવીરો પ્રત્યે મને હમેશા અહોભાવ રહ્યો છે. ફ્યોદોર દોસ્તોએવસ્કી, ચેખોવ, લિઓ ટોલ્સટોય, નિકોલાઈ ઓસ્ટ્રોવ્સકી ને બહુજ આદર સાથે વાંચ્યા છે.

યાકોવ પેરેલમાનની "physics for entertaninemt" - मनोरंजक भौतिकी તેમજ એન. પિસ્કુનોવની "differential and integral calculas" વડે શાળામા ચાલતા ચીલાચાલુ પાઠ્યપુસ્તકોથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મીર પબ્લીશર્સ મોસ્કોના અવકાશ-અંતરીક્ષને લગતા પુસ્તકો વાંચીને મોટો થયો છું. કેપ્લર, ગેલીલિઓ, કોપરનિકસ, જયોરદાનો બ્રુનો, એલ-બેરુની જેવા નામોનો પ્રથમ પરિચય મને મીર પ્રકાશનનાં પુસ્તકોએ જ આપ્યો છે. ઈવન સફારીનાં જુના અંકોમાં ( જયારે ઈન્ટરનેટ સુલભ-વ્યાપક નહોતું ત્યારે ) મીર પ્રકાશનનાં ક્લાસિક પુસ્તકોનાં સચિત્ર બેઠાં ઉદાહરણો જુઆ મળે છે !

સર્ગેઈ કોલોરેવ - વ્લાદીમીર કોમારોવ - સ્પુતનિક - કોસમોસ - વોસ્તોક - યુરી ગાગારિન - એલેક્સ લેનોવ - મીર સ્પેસ સ્ટેશન - આ બધા નામ મારા માટે ખુબજ ફેસીનેટીંગ રહ્યા છે.

મારિયા શારાપોવા મારા લેપટોપનાં વોલપેપર પર અને અન્ય નામિ-અનામી હોટ સ્ટાર્સ હાર્ડ ડિસ્કમાં વીડિઓ સ્વરૂપે રહી ચુકેલી છે. રમતવીરો માં સર્ગેઈ બુબ્કાને હમેશા રિસ્પેક્ટ આપ્યો છે.

અત્રે પરિચય આપવાનો છે બાળકો માટેની એક મસ્ત રશિયન એનિમેશન શ્રેણી જેનું નામ છે - માશા એન્ડ ધ બેર. મારો દોઢ વરસનો બાળક - કૌશલ - બેહદ રસપૂર્વક જુએ છે. એના એપિસોડસ યુ-ટ્યુબ પર તેમજ એની ઓફિશીઅલ સાઈટ પર ઉપલબ્ધ છે. ઓડીઓ-વીડિઓ ક્વોલીટી બહુજ સારી કક્ષાની છે.

માશા-મસ્તીખોર નાની બાળકી જંગલમાં એક ઘરમાં રહે છે. તેની સાથે એક ભૂંડ, એક કુતરું અને એક બકરી હોય છે. તે જ જંગલમાં એક રીછ પણ રહે છે. આ રીંછ પેહલા સર્કસમાં કામ કરતો હતો અને રિટાયર્ડ જીવન બહુ મોજથી જીવે છે. તેના ઘરમાં ફ્રીજ હમેશા ખોરાક થી ભરેલું રહે છે. રીંછ એકદમ પ્રેમાળ, પ્રેકટીકલ અને દરેક કામ માં નિપુણ છે. માશા દરેક એપિસોડમા એના બાળસહજ લખણઓ થી કોઈને કોઈ રીતે રીંછને પજવે છે.

દરેક એપિસોડ 6-8 મિનીટનો હોવાથી ક્યારેય કંટાળો નહિ આવે અને આ સમજવા-માણવા માટે રશિયન આવડવું અનિવાર્ય જરાય નથી. કેટલાક સેમ્પ્લ એપિસોડસ અહી પોસ્ટ કર્યા છે :








 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.