Thursday, March 18, 2010

Book : દિલાવર પાશા

ગુણવંતરાય આચાર્ય આમુખમાં લખે છે : "સૌરાષ્ટ્રના સાગરનો હું અંધભક્ત છું. એના બાળકો કોઈપણ કોમ, મત, પંથ, સંપ્રદાયનાં હોય તોય હું એનો પ્રશંસક છું".

---- અને હું આ લેખકનાં સર્જનનો પ્રશંસક છું.
વહાણવટનું "જાર્ગન" જાણવા મળે છે - નખતર કોઠો, શેખટો, વો, સાપણ....
દરિયાઈ સાહસકથાઓ, સમુદ્રતટનો વૈભવ, દરિયાલાલનાં એનેક રૂપોનાં વર્ણન....ધણુંબધું છે આ વાર્તાસંગ્રહમાં.

Wednesday, March 17, 2010

old ads 2 - सर्वोत्तम







































Readers digest પહેલાં હિન્દીમાં પણ આવતું હતું. નામ હતું "सर्वोत्तम" ! ૧૯૯૭ એપ્રિલથી ઓછી વાચકસંખ્યાના કારણે તે હિન્દી પ્રકાશન બંધ કરવામાં આવ્યું હતું. ઘરે જાઉં ત્યારે તે જુના અંકો વાંચવાની મજા પડે છે ; ખાસ કરીને તત્કાલિન જાહેરાતો.
આ તસ્વીરો 80s નાં અંકોની છે.
** liril સાબુની એડમાં મોડેલ કોણ છે ? એની આઈડિયા ?
"एक नए आकर्षक पेक में" !

** air-india : "जहां आपको मिलता है महाराजा जैसा मान".
** nycil તે સમયે glaxo ની બ્રાંડ હતી , "दो डिब्बोमें उपलब्ध-नीला और चंदन सुगंध".
આજે heinz ની છે , અને ચાર "ડબ્બાઓ"માં ઉપલબ્ધ છે !



Saturday, March 6, 2010

લેપટોપનાં નવાં સ્પીકર્સ


વધારે વોલ્યુમ પર સ્પીકરનો અવાજ તરડાઈ જવો - એ સમસ્યા દુર કરી, Bose companion 5 સ્પીકર્સ લઈને.
2 સેટેલાઈટ સ્પીકર્સ અને 1 એકોસ્ટીમાસ મોડ્યુલ ( વુફર ) અફલાતુન આઉટપુટ આપે છે.... જે intex નાં 2000 watt PMPO વાળા 2.1 multimedia સ્પીકર્સ ન્હોતાં આપતા. પહેલાં કિંમત વધારે લાગતી હતી અને બોસ કંપની તેની પ્રોડક્ટનાં ઈલેક્ટ્રીકલ સ્પેસીફીકેશન્સ ( impedance,PMPO watts,etc. ) જાહેર નથી કરતી. પણ ડેમો સાંભળ્યા બાદ ખાતરી થઈ ગઈ કે આ પ્રોડક્ટમાં પૈસા વસુલ છે !

શાન-સાગરીકા વગેરે various artistsનાં oorja આલ્બમ નું ગીત - Q FUNK...
dharmatma ફિલ્મનું કલ્યાણજી-આણંદજીનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક, તેમનાં જ bombay 405 miles, jaanbaaz, haadsa, tridev...
માર્ક એન્થની નું you sang to me...
આર. ડી. બર્મનનાં sitamgar, shakti, ghar, abdullah, mahaan, pukaar...
બીડ્ડુ, બાલી સાગુએ સંગીતબદ્ધ કરેલ ગીતો...
આ ઉપરાંત આવા જ બીજા ઘણા લો ફ્રીક્વંસી વાળા ગીતો હાઈ વોલ્યુમ પર આટલા ક્લિઅર પહેલાં ક્યારેય ન્હોતાં સાંભળ્યા.

હેપ્પી !

Monday, January 25, 2010

લગ્ન અહેવાલ


ઘણા સમયથી કોલેજનાં મિત્રોને મળવાનું પ્લાનીંગ ન્હોતું બનતું .... ફોન-ઓર્કુટ-ફેસબુક દ્વારા એકબીજાનાં સંપર્કમાં તો ખરા જ, પણ રુબરુ મળવાની મજા વિશેષ હોય છે. એ સાકાર થયું ૨૨ જાન્યુઆરીએ. ભુપેન્દ્ર પટેલનાં લગ્ન નિમિત્તે અમે સાત મિત્રો ( કનક, વિરેન, દિલીપ, રીતેશ, રાઘવ, સંદીપ અને હું ) ગુંછળી ગામે એકઠાં થયાં. ( ભુપાનું પોસ્ટલ એડ્રેસ : ગુંછળી, મુ.પો. બિલીયા, તા. વિજાપુર, જિ. મહેસાણા - આટલું લખો તોયે પત્ર યોગ્ય ઠેકાણે પહોંચી જાય ! )

સરસ પ્લાનીંગ હોવા છતાં સંદીપ અને હું મોડા પહોંચ્યા. ( murphy's law, યુ સી ! ) બપોરે અઢી વાગ્યે રંગાકુઈ ગામના પાટીયે રાઘવ અમને રીસિવ કરવા પહોંચી ગયો. કૃષિવિજ્ઞાનનાં નિષ્ણાતની જેમ રાઘવે બાજુનાં ખેતરમાં બટેટાનો પાક છે એમ અમને સમજાવ્યું.... પછી ખબર પડી કે તેને માત્ર એક જ પાક અંગે જ જાણકારી હતી. કંકોત્રીમાં ભોજન સમારંભનો ટાઈમ "૧૧ વાગ્યાથી આપના આગમન સુધીનો" હતો. એ કમીટમેન્ટનું ક્રોસ વેરીફીકેશન ત્યારે થઈ ગયું જ્યારે આ બે લેઈટ લતીફોને ત્રણ વાગ્યે વિશેષ હેતથી જમાડવામાં આવ્યાં.

ભુપાએ બે બાઈકની વ્યવસ્થા કરાવી આપી , અને અમે છ દોસ્તારો મહુડી અને સાબરમતી નદીનાં પટ સુધી ફરી આવ્યાં. સાંજે બેક ટુ ગુંછળી. રીતેશ આવી ગયો હતો. વાળું કર્યા બાદ ખાટલા પરિષદ. ભુપેન્દ્રનાં વડોદરામાં જોડે ME કર્યું હોય એ મિત્રો પણ હાજર હતાં. આટલા બધાં એન્જિનીયર્સ ગુંછળીમાં કદાચ પહેલી વખત ભેગાં થયાં હશે ! વિરેનનું મોઢું આવી ગયું હોવાથી તેનો વાણીવિલાસ મર્યાદિત રહ્યો. GECBનું કોણ ક્યાં છે ( અને ત્યાં શું કરે છે ) એની ખાસ્સી જાણકારી તે ધરાવે છે.

રાત્રે ગરબાનો કાર્યક્રમ હતો. ભુપાના લગ્નમાં આવડે તેવા ગરબા કરવા જોઈએ એવા શુભ આશયથી મેં એક રાઉન્ડ કર્યો. "તું ગરબા કરવાને લાયક નથી" એમ કહી રાઘવે મને પાછો બેસાડી દીધો. અમને બે ને છોડીને બાકી સૌ સરસ રમ્યા. છેલ્લે સનેડા પર ડાન્સ કરવાની મજા આવી.

દોઢ વાગ્યે સૌ ઉતારાની વ્યવસ્થા હતી ત્યાં જઈને સુઈ ગયાં. કનકે સવારમાં પાંચ વાગે ઊઠીને લાઈટ ચાલુ કરીને ઘણાંની મીઠી નીંદરમાં ખલેલ પહોંચાડી. ( અને ગાળો ખાધી - આટલો વહેલો તો વરરાજો પણ નહીં ઉઠ્યો હોય ! ) વરરાજાની ગાડી શણગારવામાં કનક અને રીતેશે મદદ કરી. જાન નજીકનાં ગામ આઝોલ નવેક વાગ્યે પહોંચી ગઈ હશે. ટીપીકલ પટેલ લગ્ન ....વિધીઓમાં કોઈને ખાસ રસ ન્હોતો. અમે ચાલીને દેશ-દુનિયાની ચર્ચાઓ કરતાં કરતાં તે ગામનું ક્ષેત્રફળ માપી આવ્યાં. ભોજન પશ્ચાત ભુપાને લગ્નજીવનની હાર્દિક શુભકામનાઓ પાઠવી સૌ છુટા પડ્યાં.

લગ્ન બાદ માઉન્ટ આબુ ફરવા જવાનું પ્લાનીંગ કેન્સલ કરીને રીતેશ, સંદીપ અને હું અમદાવાદ જવા ઉપડ્યાં. ત્યાં અવતાર (3-D) જોવાની અધુરી ઈચ્છા પુરી કરી. એક સુખદ આશ્ચર્ય : ઘનશ્યામ મળ્યો ! ઈસ્કોન સર્કલ પાસે હળવદની બસની રાહ જોઈ રહ્યો હતો . અમદાવાદ સ્થિત મારાં ભાઈ-ભાભી સાથે વાળું કરીને અમે ધેર જવા નિકળ્યા.

****

વિદેશમાં વસતાં તેમજ લગ્નમાં ઉપસ્થિત ન રહી શકનાર તમામ મિત્રોને આ લગ્નરિપોર્ટ સમર્પિત ! યસ , વી મીસ્ડ યુ > સોમીલ, પી.જી., ત્રાંગડિયા ! સારી ક્વોલિટીનાં ફોટાઓ સંદીપ picasaweb પર ટુંક સમયમાં અપલોડ કરશે.

Sunday, January 17, 2010

આલ્બમ આર્ટ

હિન્દી ફીલ્મોની ગ્રામોફોન રેકર્ડ્સનાં આકર્ષક કવર :
http://www.flickr.com/photos/thirdfloormusic

ખાસ કરીને ગેમ્બલર ફીલ્મનું.
 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.