Wednesday, March 29, 2017

પધ્ધરગઢની સ્થાપના - Impact of મહેણાં-ટોણા

જામનગરના છેલ્લા પુસ્તક મેળામાં થી દુલેરાય કારાણી અભિવંદના શ્રેણીનાં પુસ્તકો લીધા છે. કચ્છનાં ઇતિહાસ અને ભૂગોળ મને હંમેશા રસપ્રદ લાગ્યા છે.

જામ લાખા ફૂલાણીએ હવે કેરાની નગરીને ફરતો કોટ બાંધવવાનો વિચાર કરી લીધો. કચ્છના પ્રખ્યાત કારીગરોને બોલાવી લીધા. દૂરની ખાણોમાંથી પથ્થરોના ગંજ ખડકાવી દીધા. છ મહિનાની સખત કામગીરી પછી કેરાકોટ-કપિલકોટનો બેનમૂન કિલ્લો તૈયાર થઇ ગયો. કિલ્લાના વાસ્તુ વખતે ફૂલાણી રાજાએ કેટલાક રાજા-રજવાડા, ભાયાતો, શાહુકારો વગેરેને આમંત્રણ આપીને બોલાવ્યા હતા. લાખાનો ભત્રીજો પુંઅરો પણ આ પ્રસંગે આવી પહોંચ્યો હતો. મેહમાનો કેરાના કિલ્લાની રચનાનું નિરીક્ષણ કરતા કિલ્લાની ચારે તરફ ફરી રહ્યા હતા. એ વખતે પુંઅરાને કિલ્લાની ઊંચાઈ જરા ઓછી લાગી. તે બોલ્યો : 'કાકો લોભમાં પડી ગયો કે શું ? કિલ્લો તો ઉત્તમ બંધાયો પણ પથ્થરનો એક થર હજી વધારે ચડાવવાની જરૂર હતી.' કેરાકોટના સુંદર કિલ્લામાં ખોડ કાઢનાર પુંઅરા ભત્રીજાની વાત સાંભળીને લાખાની ચાવડી રાણી બોલી ઉઠી -

લાખે ખરચેં લખ, કેરે કોટ અડાયો
ગંઠ મેં હુવે ગરથ, ત પધર અડાય પુંઅરા !

-લાખાએ લાખો કોરી ખરચીને કેરાનો કોટ ચણાવ્યો. હવે તારી ગાંઠે ગ્રથ હોય તો તું પધ્ધરગઢ ચણાવી લેજે !

કાકીનું મહેણું સાંભળીને પુંઅરાને માઠું લાગ્યું. કાકીને જવાબ દેતા તે બોલ્યો –

કાકી મેણાં મ માર, આઉં પુઅરો ધાહે જો,
કરીઆં તો કરાર, પધ્ધર અડાઈયાં પિંઢ જો.

-કાકી ! તું આવા મહેણાં માર નહિ ! હું તો ધાહા જામનો પુંઅરો છું. હું કરાર કરું છું કે પધ્ધરગઢ ચણાવીને બતાવીશ.

- પુસ્તક : જામ લક્ષરાજ, લેખક : દુલેરાય કારાણી

Wednesday, June 22, 2016

collage : WIMCO

Western India Match COmpany !


Sunday, March 27, 2016

એક ધૂન - અનેક variant - 4

પ્રાગ ( prague ) નામે  2013માં  એક જોરદાર ફિલ્મ બની હતી. તેમા એક સીનમાં હીરો ચંદન રોય સાન્યાલ " મોને પોરે રૂબી રોય " આ ગીત ગાતો જુઆ મળે છે. અગાઉ આ ગીત સચિન ભૌમિકે લખેલું અને ખુદ બોસ - આર. ડી. બર્મને ગાયું છે. બંગાળી ગીતો માં સ્ત્રીઓના અટક સહિત નામ લેવાની પ્રથા હોય એવું લાગે છે... જેમ કે બેલા બોસ, રૂબી રોય etc....
અનામિકા ફિલ્મમાં આ ગીત કિશોર કુમારે ગાયેલ છે.

એક ધૂન - અનેક variant - 3

આ વખતે છીંડે ચડ્યા છે જતીન-લલિત - ફિલ્મ બડા દિન
બોયઝોન - યુ નીડેડ મી 
એન મરી - યુ નીડેડ મી

Monday, March 21, 2016

એક ધૂન - અનેક variant - 2

ફિલ્મ - હાથ કી સફાઈ, સંગીત - કલ્યાણજી-આણંદજી


ફિલ્મ - ધી થીફ હુ કેમ ટુ ડીનર , સંગીત - હેનરી માંચીની 

Sunday, March 20, 2016

એક ધૂન - અનેક variant

સૌપ્રથમ અનૂરાધા પૌડવાલના મધુર કંઠે આ બંગાળી ગાયન સાંભળો :
video

એક બંગાળી મિત્રના પ્લેલિસ્ટમાં આ ગીત સંભાળતાજ  agent vinod નું આ ગીત સાંભર્યું :
મને ખ્યાલ હતો કે આ ધૂન બોની એમ. નાં રાસ્પુતીનમાં આવે છે....

થોડું back trace કર્યું તો જાણ્યું કે આ ધૂન તો ઘણા યુરોપી-બાલ્કન દેશો - તુર્કી-અલ્બાનિયા-યુગોસ્લાવિયા-બોસ્નિયા-હ્ર્ત્ઝેગોવીના-બલ્ગેરિયા-સર્બિયામાં વર્ષોથી પ્રચલિત છે. ક્યાંક પ્રેમ ગીત તો ક્યાંક જેહાદી ગીત તરીકે....
કેટલાક  variants અત્રે શેર કર્યા છે :


અદેલા પેવા નામે બલ્ગેરિયન માનુનીએ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે - હૂઝ ઇઝ ધીસ સોંગ ? જેમાં ઘણા દેશનાં લોકો ની ધૂન પ્રત્યેની લાગણી અને અન્ય દેશ-જાતિ પ્રત્યેનો પૂર્વગ્રહ-નફરત-અસહિષ્ણુતા નું સરસ વિવરણ જુઆ મળે છે
વિશેષ માહિતી અહીં ઉપલબ્ધ છે :
http://www.everybodys-song.net/inspiratio_story.php
http://everybodys-song.blogspot.in/

Sunday, October 11, 2015

પાસ્કલ ઓફ બોલિવુડ

આ ભાઈનું મૂળ નામ પાસ્કલ હેની છે. ફ્રેંચ છે.
હિન્દી ગીત-સંગીત થી ભારે પ્રભાવિત છે. પાસ્કલ ઓફ બોલિવુડના નામે આલ્બમનું સંગીત સંચાલન પ્યારેલાલે ( લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ ) કરેલ છે. અમુક ગીતોમાં શ્રેયા ઘોષાલનો મધુર કંઠ પણ સંભાળવા મળશે.

ચલી ચલી રે પતંગ -એ ગીતમાં સ્ટેજ પર આમનો ઉત્સાહ માણવાલાયક છે. જોરદાર ઓરકેસ્ટ્રા !
 
Creative Commons License
This work by http://jaypalthanki.blogspot.com is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.